મોરબીમાં ટ્રક હડતાલ : ટ્રક ડ્રાઇવર, મજૂરો સહિત 15 હજાર લોકોની રોજીને અસર

હડતાલની મડાગાંઠ ઉકેલવા આજે બપોરે બાદ ટ્રક ટ્રાન્સપોર્ટરોની સીરામીક એસો.સાથે મહત્વની બેઠક મળશે 

આશરે 3 હજાર જેટલા ટ્રકોની ત્રણ દિવસથી ચાલતી હડતાલથી કરોડોનું ટર્ન ઓવર ખોરવાયું

મોરબી : મોરબીમાં ખરાબ રોડના કારણે ટ્રકમાં ભરેલી ટાઇલ્સની.નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરવાના વિરોધમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોએ ટ્રક હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે અને આજે ત્રીજા દિવસે પણ મોરબીમાં ટ્રક હડતાલ યથાવત રહી છે. જો કે ટ્રક હડતાલથી આશરે 3 હજાર જેટલા ટ્રકોના પૈડાં થભી જતા ટ્રક ડ્રાઇવર અને કિલનર તથા મજૂરો સહિત આશરે 15 હજાર લોકોની રોજીને અસર પહોંચી છે. ત્યારે હડતાલની મડાગાંઠ ઉકેલવા આજે બપોર બાદ ટ્રક ટ્રાન્સપોર્ટરોની સીરામીક એસો.સાથે મહત્વની બેઠક મળશે.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહિરે જણાવ્યું હતું કે રોડની ખરાબીને કારણે ટાઇલ્સ ભરેલી ટ્રકમાં ટાઇલ્સને નુકશાન થાય તો જે તે વેપારીઓએ નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરતા હોવાથી આ ગેરવાજબી બાબતને લઈને મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રક હડતાલ પાડવામાં આવી છે. જો કે ટ્રકોની હડતાલથી સીરામીકનું માલ પરિવહન સંપૂર્ણપણે ઠપ્પ છે. આથી, સીરામીકનું કરોડોનું ટર્ન ઓવર પણ અટક્યું છે. સાથોસાથ ટ્રક હડતાલથી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા આશરે 15 હજાર લોકોની રોજીની ગંભીર અસર થઈ છે. જેમાં મોરબી, વાંકાનેર અને બહારથી આવતા તમામ આશરે 2500 થી 3000 જેટલા ટ્રકોના પૈડાં થભી ગયા છે. આ ટ્રકો સાથે ડ્રાઇવર, કિલનર અને મજૂરો સહિત આશરે 15 હજાર લોકો સંકળાયેલા છે. ટ્રક હડતાલથી આ 15 હજાર લોકોને અસર પહોંચી છે.

પ્રભાતભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી ટ્રક હડતાલ ચાલુ રહી છે. પણ હડતાલની મડાગાંઠ ઉકેલાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને હડતાલનો અંત લાવવા આજે બપોર બાદ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની સીરામીક એસો.સાથે મહત્વની બેઠક મળશે. જેમાં ટ્રક હડતાલ અંગે યોગ્ય નિર્ણય લેવાય તેવી તેમણે આશા વ્યક્ત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate