11 સપ્ટે. : સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીને બ્રેક, પ્રથમ સત્રમાં રૂ. 13,024 કરોડનું ટર્નઓવર

ક્રૂડ પામતેલમાં ૧૪,૦૫૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર
ક્રૂડ તેલમાં નરમાઈની આગેકૂચ, કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૮૩,૮૭૬ સોદામાં રૂ. ૧૩,૦૨૪.૦૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીને બ્રેક લાગી હતી અને સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૪ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૬૭ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ એકંદરે વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૧૪,૦૫૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર થયો હતો, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો.

દરમિયાન, કીમતી ધાતુઓનો ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૧૩૨ ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૧૩૨ અને નીચામાં ૧૬,૦૩૧ના સ્તરને સ્પર્શી ૧૦૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧૦૫ પોઈન્ટ ઘટી ૧૬,૧૨૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૯૭૨ સોદાઓમાં કુલ રૂ.૧૦૩.૭૪ કરોડનાં ૧,૨૯૦ લોટ્સનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૫૪૧ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૨૭૪૦ સોદાઓમાં રૂ. ૬૧૫૩.૧૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૪૩૧ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૫૫૧ અને નીચામાં રૂ. ૫૧૨૨૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૫૪ ઘટીને રૂ. ૫૧૫૨૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૩ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૮૨૫ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૮ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૨૩૪ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૭ ઘટીને બંધમાં રૂ. ૫૧૫૮૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૮૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૮૫૦૦ અને નીચામાં રૂ. ૬૭૬૧૩ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭૬૭ ઘટીને રૂ. ૬૮૨૨૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૭૬૦ ઘટીને રૂ. ૬૮૨૦૦ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૭૭૫ ઘટીને રૂ. ૬૮૧૯૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૬૯૯૯ સોદાઓમાં રૂ. ૨૧૧૪.૬૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૭૨૨ ખૂલી, ઊપરમાં રૂ. ૨૭૬૩ અને નીચામાં રૂ. ૨૭૧૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧ ઘટીને રૂ. ૨૭૫૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૨૧૦ સોદાઓમાં કુલ રૂ. ૧૧૯.૪૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૬૪૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૬૬૦ અને નીચામાં રૂ. ૧૭૫૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦ ઘટીને રૂ. ૧૭૬૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૬૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૫ વધીને બંધમાં રૂ. ૭૬૪.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૭૧.૭ ખૂલી, ઊપરમાં રૂ. ૯૭૫.૬ અને નીચામાં રૂ. ૯૬૩ રહી, અંતે રૂ. ૯૬૫.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૩૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૨ અને નીચામાં રૂ. ૧૦૨૭.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૫૦ ઘટીને રૂ. ૧૦૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૩૭૩ સોદાઓમાં કુલ રૂ. ૩૨૭૯.૪૯ કરોડ ની કીમતનાં ૬૩૭૮.૦૭૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૧૩૬૭ સોદાઓમાં કુલ રૂ. ૨૮૭૩.૬૬ કરોડ ની કીમતનાં ૪૨૨.૨૭૯ ટન, ક્રૂડ તેલમાં ૧૬૭૩૭ સોદાઓમાં રૂ. ૭૦૫.૯૫ કરોડનાં ૨૫૭૫૯૦૦ બેરલ્સ, કોટનમાં ૭૨ સોદાઓમાં રૂ. ૩.૫૨ કરોડનાં ૨૦૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૦૧૮ સોદાઓમાં રૂ. ૧૦૭.૦૬ કરોડનાં ૧૪૦૫૦ ટન, મેન્થા તેલમાં ૬૪ સોદાઓમાં રૂ. ૭.૩૩ કરોડનાં ૭૫.૬ ટન, કપાસમાં ૫૬ સોદાઓમાં રૂ. ૧.૫૦ કરોડનાં ૨૯૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૪૬૩.૯૫૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૯૨.૮૨૩ ટન, ક્રૂડ તેલમાં ૪૪૫૫ બેરલ્સ, કોટનમાં ૨૩૨૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૬૧૦૦ ટન, મેન્થા તેલમાં ૧૬૪.૧૬ ટન અને કપાસમાં ૪૬૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૦ ખૂલી, ઊપરમાં રૂ. ૩૬૫ અને નીચામાં રૂ. ૨૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૫૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૧ ખૂલી, ઊપરમાં રૂ. ૩૯૦ અને નીચામાં રૂ. ૨૮૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૯૫.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૩૭૯૯.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૩૮૦૪ અને નીચામાં રૂ. ૩૫૦૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૬૮૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૩૫૩૯.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૩૭૧૫ અને નીચામાં રૂ. ૩૪૦૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૬૧૬.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૫૫.૨ ખૂલી, ઊપરમાં રૂ. ૬૫.૯ અને નીચામાં રૂ. ૫૦.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૨૭.૩ ખૂલી, ઊપરમાં રૂ. ૧૩૦.૫ અને નીચામાં રૂ. ૧૦૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૦.૬ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate