મોરબીના ત્રણ સેન્ટરો ખાતે કાલે રવિવારે નિટની પરીક્ષા

- text


 

1620 વિદ્યાર્થીઓ તકેદારી સાથે પરીક્ષા આપશે

મોરબી : કોરોનાના પગલે મોરબીમાં પ્રથમ વખત નિટની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં આવતીકાલે રવિવારે શહેરના ત્રણ કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.જેમાં ન્યુ એરા પબ્લિક સ્કૂલ, ન્યુએરા ગ્લોબલ સ્કૂલ અને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ત્રણેય કેન્દ્રો ખાતે 1620 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

- text