મોરબી જિલ્લામાં ગતરાત્રિએ ધીમી ધારે છૂટો-છવાયો વરસાદ વરસ્યો

મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની ધીમી આવક ચાલુ

મોરબી : મોરબી જિલ્લામાં 8-10 દિવસના મેઘરાજાના વિરામ બાદ ફરી ગઈકાલે રાત્રે ધીમી ધારે છૂટો-છવાયો વરસાદ વરસ્યો હતો. તેમજ હજુ પણ અમુક ડેમોમાં પાણીની ધીમી આવક ચાલુ છે. ત્યારે મોરબી જિલ્લામાં જોઈએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.


ગઈકાલે તા. 11ના સવારે 6 વાગ્યાથી આજે તા. 12ના 6 વાગ્યા સુધીનો વરસાદ

મોરબી : 5 mm
વાંકાનેર : 7 mm
હળવદ : 5 mm
ટંકારા : 0 mm
માળીયા (મી.) : 0 mm

કુલ વરસાદની વિગત

મોરબી : 1320 mm
વાંકાનેર : 988 mm
હળવદ : 653 mm
ટંકારા : 1270 mm
માળીયા (મી.) : 726 mm

નોંધ : 1 ઇંચ બરાબર 25 mm થાય.


12 સપ્ટેમ્બર, શનિવારના રોજ મોરબી જિલ્લાના ડેમોની સવારે 10 વાગ્યાની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 646 ક્યુસેકની જાવક, 2 દરવાજા 0.15 મી. ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 685 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.75 મી. ખુલ્લો

3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક

4. ડેમી-3 ડેમ, 776 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1 ફૂટ ખુલ્લો

5. ડેમી-1 ડેમ, 386 ક્યુસેકની જાવક, 0.04 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 388 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.5 ફૂટ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 75 ક્યુસેકની જાવક, 0.03 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 223 કયુસેકની જાવક, 0.03 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 0 ક્યુસેકની જાવક

10. બ્રાહ્મણી-2 ડેમ, 0 કયુસેકની જાવક


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate