મોરબી : ગુજરાત કલાવૃંદ દ્વારા કલાક્ષેત્રના કાર્યક્રમોને મંજૂરી આપવા આવેદન

- text


મોરબી : ગુજરાત કલાવૃંદ દ્વારા કલાક્ષેત્રના કાર્યક્રમોને મંજૂરી આપવા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત કલાવૃંદ અને ગુજરાતના દરેક ક્ષેત્રના કલાકારો જયારે પણ સમાજ કે સરકારને જરૂર પડી છે ત્યારે હર હંમેશ અડગ ઉભા રહ્યા છે. હાલમાં કોવિડ-19ની કપરી પરિસ્થિતિમાં છેલ્લા 6 મહિનાથી કલાકારોના પ્રોગ્રામો બંધ છે. આથી, સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય કોઈ આવકનું સાધન ના હોય તેમની પરિસ્થિતિ હાલ કફોડી બની ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દરેક વ્યવસાય રાબેતા મુજબ શરુ થઇ ગયા છે.

ત્યારે સરકાર કલાક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો વિષે થોડું વિચારે અને કલાકારોને પોતાની આજીવિકા માટે નાના પ્રોગ્રામો કરવાની છૂટ મળે. તેમજ નવરાત્રી થાય તો કલાકાર સાથે લાઈટ સાઉન્ડ મંડપ સહીત જીલ્લામાં આશરે 2,000 લોકોનો રોજગાર શરુ થઇ શકે તેમ છે. આથી, આવા કાર્યક્રમોને મંજુરી આપવામાં આવે તો સરકારના દરેક નિયમોનું પાલન કરીને પ્રોગ્રામો થઇ શકે તેમ છે. આમ, કલા ક્ષેત્રના કાર્યક્રમોને મંજૂરી આપવાની માંગ કરાઈ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text