મોરબીના રવાપર ગામની સોસાયટીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત

- text


ગટરના ગંદા પાણી શેરીમાં ફરી વળવાની સાથે ઘરોમાં ઘુસી જતા રોગચાળો વકરવાની દહેશત

મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ ભૂગર ગટર ચોકઅપ હોવાને કારણે ઠેરઠેર ઉભરાતી ગટરથી લોકોની હાડમારી વધી ગઈ છે. શહેરમાં તો ઠેકઠેકાણે ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. ત્યારે મોરબી નજીક આવેલ રવાપર ગામની સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમાંય ગટરના ગંદા પાણી શેરીમાં ફરી વળવાની સાથે ઘરોમાં ઘુસી જતા રોગચાળો વકરવાની દહેશત સર્જાય છે.

મોરબીના રવાપર ગામે આવેલ ઉમિયાનગર-1 સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે. આ સોસાયટીના રહીશોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં ભારે વરસાદ બાદ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ એટલી હદે માજા મૂકી છે કે સોસાયટીની શેરી ગંદા પાણીથી તરબતર થઈ ગઈ છે એટલું જ નહીં ગટરની ગંદકી ઘરોમાં પણ ઘુસી જાય છે. આથી, લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવી ભીતિ છે. ત્યારે આ ગટરની ગંદકીની સમસ્યા ઉકેલવા માટે રવાપર ગ્રામ પંચાયતને રજુઆત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text