બેલા અને જૂની પીપળી ગામ નજીક ત્રણ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ટ્રાફિક પોઇન્ટ બનાવવા માંગ

- text


મોરબી : મોરબીના જેતપર રોડ પર ટ્રાફિક સમસ્યાના નિવારણ બાબતે બેલા અને જૂની પીપળી ગામ નજીક ત્રણ રસ્તા પર ટ્રાફિક પોઇન્ટ બનાવવા ચકમપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી જેતપુર રોડ પર બેલા અને જૂની પીપળી પાસે ત્રણ રસ્તા છે, તે જગ્યાએ વાહનોના વધુ પડતા ટ્રાફિકને કારણે વાહનોની લાંબી કતાર લાગી જાય છે. જેને કારણે સમય અને મોંઘા બળતણનો બગાડ થાય છે. આથી, બેલા અને જૂની પીપળી પાસે આવેલ ત્રણ રસ્તા પર ટ્રાફિક પોલીસના પોઇન્ટ ઉભા કરવા અપીલ કરવામાં આવેલ છે. જેથી, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય.તેમજ મેડિકલ ઈમરજન્સી સમયે ટ્રાફિકમાં દર્દીને અટકવું ના પડે અને માનવ જિંદગી બચાવી શકાય.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text