8 સપ્ટેમ્બર : ક્રૂડ તેલમાં ૪૨,૭૯,૯૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈની આગેકૂચ

- text


 

બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૧૬.૩૯ કરોડનાં કામકાજ સાથે બુલડેક્સ સપ્ટેમ્બર વાયદામાં ૧૩૦ પોઈન્ટની મૂવમેન્ટ: સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: કોટન, સીપીઓમાં સુધારો: કપાસ, મેન્થા તેલના વાયદા ઢીલાં: પ્રથમ સત્રમાં રૂ.૧૪,૧૧૨.૩૦ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૮,૪૭૫ સોદામાં રૂ. ૧૪,૧૧૨.૩૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૭૪ ગબડ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ૪૨,૭૯,૯૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈની આગેકૂચ ચાલુ રહી વાયદા વધુ ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન અને સીપીઓમાં સુધારા સામે કપાસ અને મેન્થા તેલ ઢીલાં રહ્યા હતા.

દરમિયાન, બુલિયન ઈન્ડેક્સ-બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૫૯૩૦ ખૂલી, ઊપરમાં ૧૬૦૧૨ અને નીચામાં ૧૫૮૮૨ બોલાઈ ૧૩૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૭૧ પોઈન્ટ ઘટી ૧૫,૯૩૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્રના અંતે ૧,૦૩૭ સોદામાં રૂ.૧૧૬.૩૯ કરોડનાં ૧,૪૫૯ લોટ્સના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૫૮૬ લોટ્સના સ્તરે રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૧૫૨૨ સોદાઓમાં રૂ. ૭૧૫૧.૧૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૦૬૪ અને નીચામાં રૂ. ૫૦૭૪૬ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૪૧ ઘટીને રૂ. ૫૦૮૨૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૨૮૧ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૧૬૮ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૩ ઘટીને બંધમાં રૂ. ૫૦૯૧૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૭૭૯૯ ખૂલી, ઊપરમાં રૂ. ૬૮૪૯૮ અને નીચામાં રૂ. ૬૭૭૧૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૭૪ ઘટીને રૂ. ૬૭૭૯૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૪૭૩ ઘટીને રૂ. ૬૭૭૮૦ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૪૪૫ ઘટીને રૂ. ૬૭૭૮૭ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૯૫૫૭ સોદાઓમાં રૂ. ૩૨૦૭.૬૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૮૬૬ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૮૦ અને નીચામાં રૂ. ૨૭૭૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૪ ઘટીને રૂ. ૨૭૮૫ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૧૫૦૭ સોદાઓમાં કુલ રૂ. ૧૪૫.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૬૪૦ અને નીચામાં રૂ. ૧૭૫૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૦ વધીને રૂ. ૧૭૬૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૬૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૭ વધીને બંધમાં રૂ. ૭૬૫.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૪૬ ખૂલી, ઊપરમાં રૂ. ૯૬૦ અને નીચામાં રૂ. ૯૪૦ રહી, અંતે રૂ. ૯૪૪.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૧૮ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૧૮ અને નીચામાં રૂ. ૧૦૧૪.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩.૦૦ ઘટીને રૂ. ૧૦૧૬ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૧૨૯ સોદાઓમાં કુલ રૂ. ૩૬૫૪.૪૧ કરોડ ની કીમતનાં ૭૧૭૬.૧૧૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૯૩૯૩ સોદાઓમાં કુલ રૂ. ૩૪૯૬.૭૪ કરોડ ની કીમતનાં ૫૧૩.૭૫૨ ટન, ક્રૂડ તેલમાં ૨૭૬૮૨ સોદાઓમાં રૂ. ૧૨૧૨.૧૯ કરોડનાં ૪૨૭૯૯૦૦ બેરલ્સ, કોટનમાં ૫૫ સોદાઓમાં રૂ. ૩.૪૩ કરોડનાં ૧૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૩૬૭ સોદાઓમાં રૂ. ૧૩૩.૭૮ કરોડનાં ૧૭૪૨૦ ટન, મેન્થા તેલમાં ૭૬ સોદાઓમાં રૂ. ૮.૨૧ કરોડનાં ૮૬.૪ ટન, કપાસમાં ૯ સોદાઓમાં રૂ. ૧૮.૨૯ લાખનાં ૩૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૮૨૪.૨૧૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૭૪.૭૫૫ ટન, ક્રૂડ તેલમાં ૪૮૩૫ બેરલ્સ, કોટનમાં ૨૧૯૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૦૯૫૦ ટન, મેન્થા તેલમાં ૧૫૦.૧૨ ટન અને કપાસમાં ૩૦૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૧ ખૂલી, ઊપરમાં રૂ. ૬૬૯ અને નીચામાં રૂ. ૪૭૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૫૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૯ અને નીચામાં રૂ. ૨૨૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૮૯ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૭૪૯ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૭૯ અને નીચામાં રૂ. ૨૫૦૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૫૭૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૭૧૯ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૧૯ અને નીચામાં રૂ. ૧૫૯૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૩૧.૫ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૭૦.૧ ખૂલી, ઊપરમાં રૂ. ૭૫ અને નીચામાં રૂ. ૪૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૧.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૯૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૬૦ અને નીચામાં રૂ. ૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૭.૨ બંધ રહ્યો હતો.

- text