મોરબી નગરપાલિકા બજેટની નામંજૂરીના ભાજપ-કોંગ્રેસના એકબીજા પર આક્ષેપોમાં હવે ‘આપ’એ ઝંપલાવ્યું

- text


મોરબી શહેરની પ્રજાને પ્રાથમિક સુવિઘા આપવામાં રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ નિષ્ફળ : આમ આદમી પાર્ટી

મોરબી : થોડા દિવસ પહેલા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ મોરબી નગરપાલિકાનું બજેટ મંજુર ના થતાં કોંગ્રેસના પાપે આ કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી, એવો આક્ષેપ કર્યો હતો. આ અંગે કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકામાં લોકોને પ્રાથમિક સુવિધાથી વંચીત રાખવામાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખના મગરના આંસુ છે. હવે આ વિવાદમાં ‘આપ’ ઝંપલાવ્યું છે. ‘આપ’ મોરબી પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ જણાવ્યું છે કે મોરબી શહેરની પ્રજાને પ્રથમિક સુવિઘા આપવામાં રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે.

આ અંગે ‘આપ’ મોરબી જિલ્લાના પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ જણાવ્યું છે કે મોરબીમાં કોંગ્રેસ પક્ષ હોય કે ભાજપ હોય, મોરબીની પ્રજા આજ પણ ઉભરાતી ગટરના પાણીથી પરેશાન છે. શેરી-ગલીઓમાં અંધકાર, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનો ભરાવો, રોડ રસ્તામાં ખાડાઓ નજરે પડે છે. મોરબી નગરપાલિકાને ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને રાજકીય અખાડો બનાવી દીધો છે.

- text

ગત સાધારણ સભામાં મોરબીના વિકાસ માટેનું બજેટ મુકવામાં આવેલ હતું. તે બજેટને ભાજપના 18 સદસ્ય દ્વારા બહુમતીના જોરે નામંજૂર કરવામાં આવે છે. કોંગ્રેસની નબળી નેતાગીરીને કારણે સદસ્યના અંદરોઅંદરના ખટરાગના કારણે ઘણા સભ્યો ગેરહાજર રહેલા હતા. આજ સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનો પ્રજાને જણાવી શકતા નથી કે શા કારણે સદસ્ય ગેરહાજર રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડનું પ્રોસિડિંગ મંજુર ન થઈ શક્યું હોય, જેના કારણે અગાઉ કરેલા ખર્ચ પાસ ના થયા. તો રિકવરી આવવા પાત્ર હોય શકે એવું જાણવા મળેલ છે. જેના કારણે સદસ્ય ડરમાં હોય એ પણ બનવા જોગ છે. વિરોધ પક્ષના સદસ્ય જ જાહેરમાં કહેતા હતા કે એક-એક સદસ્યને આશરે 6 લાખ જેવી રિકવરી આવવાની શક્યતા છે. એમ ‘આપ’ને જાણવા મળેલ છે.

આમ, મોરબી શહેરની પ્રજા આ બંને રાજકીય પક્ષ બીજેપી અને કોગ્રેસની પ્રજા વિરોધી નીતિથી અસુવિધા ભોગવી રહેલ છે. અને કોગ્રેસ અને બીજેપીના આગેવાનો પ્રજાને મુરખ બનાવે છે. પ્રજા આવનારાના સમયમાં આ બંને પક્ષને જવાબ આપશે. પ્રજાને પ્રાથમિક સુવિઘા આપો, નહિતર બને પક્ષના સદસ્ય રાજીનામું આપી દો, તેમ આમ આદમી પાર્ટી મોરબીના પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ યાદીમાં જણાવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

 

- text