મોરબીના મહેન્દ્રપરામાં ઘરોમાં ઘુસેલા પાણીમાં જીવાત થઇ જતા સ્થાનિકો ત્રસ્ત

- text


 

આરોગ્ય માટે જોખમી પરિસ્થિતિ ઉભી થઇ હોવા છતાં તંત્ર ના ડોકાતા રહીશોમાં રોષ

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં ઘરોમાં ઘુસેલા પાણીમાં જીવાત થઇ ગઈ છે. હવે પરિસ્થિતિ આરોગ્ય માટે જોખમકારક બનતી જાય છે. છતાં તંત્ર દ્વારા પાણી નિકાલ માટે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે.

- text

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે. વરસાદ બે દિવસથી બંધ હોવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખાસ કરીને મહેન્દ્રપરા-15માં મદીના પેલેસવાળી શેરીમાં ઘરોમાં ઘુસી ગયેલા પાણીમાં હવે જીવાતો થઇ ગઈ છે. આથી, કોરોના કહેર વચ્ચે સ્થાનિકો માટે આરોગ્યનું જોખમ વધ્યું છે. ગંદકીવાળા, દુર્ગંધયુક્ત અને બિનઆરોગ્યપ્રદ પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરમાં રહી શકાય તેવી પરિસ્થિતિ નથી. પાણીમાં જીવાત થઇ જાય ત્યાં સુધી પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પ્રકારના પગલાં લેવામાં ના આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. તેમજ તંત્ર તાકીદે આવશ્યક કામગીરી કરી પાણીનો નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

- text