બિનવરસી બાળકીને તેના વાલી સાથે ગણતરીની કલાકોમાં મિલાપ કરાવતી માળીયા (મી.) પોલીસ

- text


માળીયા (મી.) : માળીયા મીયાણા પોલીસ દ્વારા બિનવારશી મળી આવેલ બાળકીના વાલીને ટુંક સમયમાં શોધી કાઢી બાળકીને તેના પરીવાર સાથે મીલાપ કરાવી આપવામાં આવ્યો છે.

ગત તા. 25ના સાંજના અરસામાં માળીયા ભીમસર ચોકડી પાસેથી રમીલા દિલીપભાઇ (ઉ.વ. 6) નામની એક બાળકી મળી આવેલ તેને પોલીસ સ્ટેશનમાં લાવેલ હતી. અને બાળકીને પોલીસ પરીવાર સાથે રાખેલ હતી. બાળકીને પોતાના સરનામાં તથા ગામની ખબર ન હતી. આથી, પોલીસે બાળકીના ફોટા વાળી પ્રેસ નોટ બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કરી તેમજ આજુબાજુના ગામડાઓના વોટ્સ એપ ગ્રૂપમાં વાયરલ કરી તથા આજુબાજુના ગામડામાં તપાસ કરી બાળકીના વાલી વારસને શોધી કાઢી બાળકીને તેના વાલીને સોંપવામા આવેલ છે.

- text

આ બાળકી પોતાના કાકા મીતેશ સુમશીંગભાઇ ભુરીયા (રહે. મુળ બીરજાડુંગરી, તા.જી. જાબવા, એમ.પી, હાલ રહે. કરમીયા વિટ્રિફાઇડ કારખાને, ગાળાના પાટીયે, તા-મોરબી) સાથે રહેતી હોય અને કોઇને જાણ કર્યા વગર પોતે એમ.પી. વતનમા જાવા માટે નીકળી ગયેલ અને પરીવારથી વીખુટી પડી ગયેલ હતી.

- text