સોખડા ગામ નજીક પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું

- text


સદનસીબે કોઈ મોટી દુર્ઘના ના સર્જાય : સુરજબારી ટોલ પ્લાઝાની ટીમ દ્વારા ક્રેન વડે ટેન્કરને ઉભું કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં સોખડા ગામ નજીક પટ્રોલ અને ડીઝલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. ઘટના અંગે જાણ થતાં સુરજબારી ટોલ પ્લાઝાની ટીમ, ફાયરબ્રિગેડ, પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જોકે સદ્નસીબે અકસ્માતમાં કોઈને ઇજા કે જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે તા. 22ના રોજ બપોરે 12-30 વાગ્યા આસપાસ નેશનલ હાઇવે પર સોખડા ગામ નજીક આગળ જતી કારના ચાલકે અચાનક ટર્ન મારતા કારને બચાવામાં એક પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. અકસ્માતના લીધે પેટ્રોલ અને ડીઝલ રસ્તા પર ઢોળાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા સુરજબારી ટોલ પ્લાઝાની ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને અકસ્માતના કારણે એકઠી થયેલી ભીડને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. અને સુરજબારી ટોલ પ્લાઝાની ટીમ દ્વારા ક્રેન વડે ટેન્કરને સલામત રીતે ઉભું કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈપણને ઇજા પહોંચી નથી.

- text

- text