મોરબીના લાલબાગ ખાતે તાલુકા સેવા સદનમાં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા રજૂઆત

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ દ્વારા જિલ્લા કલેકટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે લાલબાગ ખાતે તાલુકા સેવા સદનમાં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવામાં આવે. અને તે માટે યોગ્ય પગલાં તાકીદે લેવામાં આવે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગ ખાતે આવેલ તાલુકા સેવા સદનમાં પ્રાથમીક સુવીધાઓનો તદન અભાવ છે. અહીં સીક્યોરીટી ગાર્ડ રાખેલ ન હોવાથી તથા 24 કલાક સેવા સદનના દરવાજા ખુલ્લા રહેતા હોવાથી રખડતા ઢોર, આખલા, ગાયો તથા કુતરાઓ અંદર પ્રવેશી જાય છે. જે અંદર ખુબ ગંદકી ફેલાવે છે. સેવા સદનમાં રોજનાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોઇ, તેઓ અહીંની ગંદકી જોઇ મનમાં પ્રશ્ન કરે છે કે આ તે સેવાસદન છે કે ઢોરાસદન? તેમ રજૂઆતમાં જણાવાયું છે.

- text

વધુમાં, જણાવાયું છે કે ઘણીવાર લડાઈ કરતા કરતા અંદર આવી ચડેલ આખલાઓના કારણે ઓફીસમાં બેસતા કર્મચારીગણ-અધિકારીગણ પર જાનનું જોખમ સર્જાઇ છે. સીક્યોરીટી ગાર્ડનાં અભાવે તાલુકા સેવા સદન તથા તેનાં પાર્કીંગ એરીઆમાં અસામાજીક અને અનૈતીક પ્રવૃતીઓ ફુલી-ફાલી છે. આ સંજોગોમાં શક્ય તેટલી ઝડપે કુલ ટાઇમ સિક્યોરીટી ગાર્ડની નિમણુંક કરવામાં આવે તથા રખડતા ઢોર અંદર ન પ્રવેશે તે માટે તાકિદનાં પગલા લેવા અપીલ કરવામાં આવી છે.

- text