મોરબી શહેરમાં એક કલાકથી ધોધમાર વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા

- text


મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે : બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબીમાં 31મીમી વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આજે બપોર બાદ મોરબી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં સરકારી તંત્રના જણાવ્યા મુજબ મોરબીમાં 31 mm, માળીયામાં 3 mm અને
વાંકાનેર 4 mm વરસાદ નોંધાયો છે.

મોરબી શહેરમાં છેલ્લા એક કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સતત ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાયા છે. મેઘરાજાએ બપોરે 3 વાગ્યે એવો માહોલ સર્જ્યો હતો કે જાણે દીઆથમી ગયો હોય. સતત ભારે વરસાદના પગલે શહેરના તમામ માર્ગો નદીના વહેણમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે વાહનો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

આપના વિસ્તારમાં ભરાયેલા પાણીના ફોટો મોકલો મોરબી અપડેટને

મોરબી શહેર સાહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આપના વિસ્તાર કે ગામમાં વરસાદી ભરાયા હોય તો તેના બે થી ત્રણ ફોટો પાડી મોરબી અપડેટના વોટ્સએપ નંબર 9537676276 ઉપર ફોટો અને આપના વિસ્તારની વિગત મોકલો. અમે આપના ફોટો અમારા ફેસબુક પેઈજ પર મુકશું. ફોટો સાથે ખાસ વિસ્તાર અને ગામની વિગત મોકલવી..

- text