નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયાલાલ કી..મોરબીવાસીઓ ઘરે બેઠા જ જન્માષ્ટમીની ઉજવણી કરી

- text


વરસાદી માહોલની વચ્ચે લોકોએ દેવકી નંદનના જન્મોત્સવના હર્ષભેર વધામણા કર્યા : કોરોનાને લીધે જન્માષ્ટમીની શોભાયાત્રા, ફટકી ફોડ સહિતના તમામ જાહેર કાર્યકમો રદ કરી ધાર્મિક સંગઠનો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાદાઈથી ઉજવણી

મોરબી : સમગ્ર જગતને ભગવત ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે. મોરબીમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે દેવકી નંદનના જન્મોત્સવના હર્ષભેર વધામણા કરવામાં આવ્યા હતા. જોકે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને જન્માષ્ટમીની શોભાયાત્રા અને મટકી ફોડ સહિતના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તેથી ધાર્મિક સંગઠનો દ્વારા એકદમ સાદાયથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શહેરી અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ આજે વરસાદી મહોલની વચ્ચે ઘરોમાં રહીને પરિવાર સાથે જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.

મોરબીવાસીઓ દર વર્ષે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાયને ભારે હર્ષોલ્લાસભેર કૃષ્ણ જન્મોત્સવ મનાવતા હોય છે. જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રા અને ઠેરઠેર મટકી ફોડ સહિતના જાહેર કાર્યકમો યોજાતા હતા. પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે જન્માષ્ટમીની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો હતો અને આજે જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા, મટકી ફોડ સહિતના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.એકદમ સાદાયપૂવર્ક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ સહિતના ધાર્મિક સંગઠનો દ્વારા આજે જન્માષ્ટમી નિમિત્તે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મંદિરો દર્શન, પૂજા અર્ચના કરવામાં આવી હતી અને માત્ર મંદિરોમાં પૂજા અર્ચના કરીને દેવકી નંદનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- text

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ તમામ લોકોએ ઘરોમાં રહીને પરિવાર સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કર્યા હતા. આજે જન્માષ્ટમીએ એકપણ સ્થળે શોભાયાત્રા કે મટકી ફોડ સહિતના જાહેર કાર્યક્રમો યોજાયા ન હતા. માત્ર મંદિરોમાં દર્શન અને પૂજાવિધિ ,આરતી કરવામાં આવી હતી.એ પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે. જન્માષ્ટમી નિમિતે લોકમેળાઓ પણ રદ કરાયા હોવાથી લોકો ઘરોમાં જ રહીને હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. જોકે તમામ જાહેર કાર્યકમો રદ હોવા છતાં લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જરાઈ ઓટ આવી ન હતી. લોકોએ ઘરોમાં રહીને પણ કૃષ્ણની ભક્તિના રંગે રંગાય ગયા હતા અને આજે જન્માષ્ટમી નિમિતે તમામ લોકોએ પોત પોતાના ઘરમાં જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને કૃષ્ણ જન્મોત્સવને ઉમળકાભેર વધાવ્યો હતો. જ્યારે આજે સવારથી જ મેઘરાજા પણ જાણે જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હોય તેમ મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ કૃષ્ણમય બની વરસી રહ્યો છે.

જ્યારે આજે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના પૃથ્વી પર અવતરણના સમયે ઘરે ઘરે ખાસ પૂજા અર્ચના કરીને પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવશે.

- text