તીસરી આંખ : મોરબી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનું CCTVથી નિરીક્ષણ

- text


મોરબીની સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં 27 દર્દીઓ સારવર હેઠળ
27 દર્દીઓમાં 10 શંકાસ્પદ, 14 પોઝિટિવ અને 3નો આઈસીયુંનો સમાવેશ

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીને લઈને શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓની સારવાર માટે શરૂઆતથી અલગ કોરોના વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અન્ય વિભાગોના દર્દીઓની સલામતીને ધ્યાને લઈને અલગ સીડી, લીફ્ટ સહિતની સુવિધા સાથે કોરોના વિભાગ કાર્યરત છે. કોરોના વિભાગમાં 100 બેડની સુવિધા છે.

જેમાંથી 24 બેડ શંકાસ્પદ દર્દીઓ માટે, પોઝિટિવ દર્દીઓ માટે 66 બેડ, આઈસીયું 10 બેડ અને મળીને કુલ 100 બેડની વ્યવસ્થા છે. જેમાં ગઈકાલ તા. 3 સુધી 10 શંકાસ્પદ, 14 પોઝિટિવ અને 3 આઈસીયું મળીને 27 દર્દીઓ સારવર હેઠળ છે. સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં દર્દીઓની સારવાર માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ 27 દર્દીઓ સારવાર હેઠળ છે અને 73 બેડ ખાલી જોવા મળી છે. કોરોનાની સઘન સારવારનું નિર્દશન કરવા માટે કોરોના વિભાગમાં 16 સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. આ કોરોનાના દર્દીની સારવારનું સીસીટીવી મારફત સિવિલના અધિક્ષક અને મુખ્યમંત્રી પણ લાઈવ નિરીક્ષણ કરી શકે છે.

સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.સરડવાએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દર્દીઓની બેડની શીટ દરરોજ બદલવામાં આવે છે અને શીટ બલવાઈ કે નહીં તેની પૂરેપૂરી કાળજી લેવાય છે. દર્દીઓને કોઈ વસ્તુ એમના પરિવારજનો પહોંચાડવા માંગતા હોય તો હેલ્પ ડેસ્ક મારફતે સલામત રીતે આ વસ્તુઓ દર્દીઓને પહોંચાડી દેવાય છે. ઉપરાંત, દર્દીને વાત કરવી હોય તો વાત પણ કરવાની સુવિધા અપાઈ છે અને દરરોજ દર્દીના પરિવારને કોલ કરીને દર્દીની તબિયતની જાણકારી આપવામાં આવે છે. જ્યારે બહાર ગામના દર્દીઓની સાથે સગાઓ હોય તો તેમના માટે રેન બસેરામાં રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે.

- text

- text