મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે કારને લોક કરાઈ હોવાની SPને રજૂઆત

- text


મોરબી : મોરબીના રહીશ મધુસુદન ગુણવંતરાય પંડ્યા દ્વારા SPને રજૂઆત કરવામાં આવી છે કે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે તેમની કારને લોક કરાઈ છે. અને તેઓને દંડ ફટકાવામાં આવ્યો છે.

આ લેખિત રજુઆતમાં મધુસુદનભાઈએ જણાવ્યું છે કે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી થઇ રહી છે, તે સરાહનીય છે. પરંતુ આજે તા. 4ના રોજ એમની ગાડી નં. GJ-36-B-7133 બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમ મુજબ પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરેલ હતી. છતાં ટ્રાફિક પોલીસે કારને લોક કરી રૂ. 500નો દંડ ઉઘરાવામાં આવેલ છે. તેઓ જયારે કાર પાર્ક કરતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને ના પાડવામાં આવી હતી. ત્યારે તેમણે પોલીસને જણાવેલ કે અન્ય પાર્કિંગની જગ્યામાં પશુઓ દ્વારા કારને નુકશાન પહોંચતું હોવાથી ત્યાં ગાડી પાર્ક કરતા નથી. આમ કહેવા છતાં ખોટી રીતે કારને લોક કરવામાં આવી હતી. અને દંડ ઉઘરાવવામાં આવેલ હતો. આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં માંગ કરી છે.

- text

- text