મોરબીમાં મેઘરાજાની બઘડાસટી : એક કલાકમાં 3 ઇંચ વરસાદ

- text


 

  • શહેરના અનેકવિધ વિસ્તારોમાં પાણી ભરાયા, રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

  • માળિયામાં દોઢ ઈંચ, વાંકાનેર અને ટંકારામાં હળવું ઝાપટું

મોરબી : મોરબીમાં આજે મેઘરાજાએ બઘડાસટી બોલાવી દીધી હતી. સરકારી આંકડા પ્રમાણે સાંજે 6થી 7માં માત્ર એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સાથે માળિયામાં પણ એક જ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારા અને વાંકાનેરમાં હળવા ઝાપટા જ રહ્યા હતા અને હળવદ નીલ રહ્યું હતું.

મોરબીમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં મહેન્દ્રપરામા તો ઘરો અને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે પાણી ભરાયા હતા. તેમાં વીજ કરંટ પણ આવતો હતો. વધુમાં શહેરના શનાળા રોડ, ગાંધી ચોક, વાવડી રોડ, પંચાસર રોડ અને જેલ રોડ સહિતના સ્થળોએ પાણી ભરાયા હતા. અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા.

- text

વધુમાં શનાળા રોડ ઉપર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે.જે આજના વરસાદ બાદ પણ ઉદભવી હતી. જેને કારણે ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસને મેદાનમાં ઉતરવુ પડ્યું હતું અને ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો હતો.

- text