મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘સુરક્ષાબંધન’ની પ્રેરણદાયી ઉજવણી કરાઈ

- text


માસ્ક અને સૅનેટાઇઝરના વિતરણ સાથે કોરોનાથી રક્ષણ અંગે લોકોને જાગૃત કરાયા

મોરબી : ભારતીય સંસ્કૃતિ સર્વ કલ્યાણની ભાવનાથી વ્યાપ્ત છે. રક્ષાબંધનના શુભ પર્વમાં આ ભાવના હમેંશા પ્રતીત થતી હોય છે. યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર દરેક તહેવારની ઉજવણી વિશિષ્ટ રીતે રચનાત્મક રીતે કરતા હોય છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્ષાબંધનના તહેવારને “સુરક્ષાબંધન” તરીકે ઊજવવામાં આવ્યો હતો.

મોરબી શહેર વિસ્તારમાં પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા ઉમદા હેતુથી લોકોમાં જાગૃતિ વધે માટે માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરી લોકોને વિશેષ રીતે સુરક્ષિત અને સલામત રહે તેની સમજણ આપી રક્ષાબંધનની “સુરક્ષાબંધન” તરીકે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text