ટંકારામાં દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજાશે

- text


ઓગસ્ટમાં યોજાયેલ પુસ્તક પરબ બહોળો પ્રતિસાદ

ટંકારા : પુસ્તક પ્રેમીઓની વાંચનની ભુખ સંતોષવા માટે ટંકારાનાં યુવાનો દ્રારા જુલાઈ મહિનાથી એક અનોખું પરબ શરૂ કરવામાં આવ્યુ છે. જે દર મહિનાના પ્રથમ રવિવારે યોજવામાં આવે છે. જેમાં કોઇપણ વ્યક્તિ પોતાના ઘરે રહેલું પુસ્તક આપી શકે અને વાંચકો વિનામૂલ્યે પોતાને ગમતું પુસ્તક મેળવીને તેનુ વાંચન કરી શકે છે. આ પુસ્તક પરબની શરૂઆતથી જ 500 થી પણ વધુ વૈવિધ્યપુર્ણ પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં. તારીખ 02 ઓગસ્ટના રોજ દ્વિતિય પુસ્તક પરબ યોજાયુ હતું. જેમાં ટંકારાની વાંચનપ્રેમી જનતાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો.

પ્રથમ પુસ્તક પરબમાં 51 જેટલા વાચકો પુસ્તક પરબમાં પુસ્તક લેવા માટે આવ્યા હતા અને તેની સાપેક્ષે બીજા પુસ્તક પરબમાં વાચકોની સંખ્યામાં ધરખમ વધારો થઈને 95 વાચકો 190 જેટલા પુસ્તકો વાંચવા માટે લઈ ગયા હતા. શરૂઆતમાં નવા પુસ્તકો લેવા માટે 23,500 જેટલી રકમ દાતાશ્રીઓએ આપી હતી. ત્યારબાદ પ્રથમ અને બીજા પુસ્તક પરબમાં કુલ ટોટલ 6400 જેટલી રોકડ રકમ અને 150 કરતા પણ વધુ પુસ્તકો ભેટમાં મળ્યા હતા. આ તમામ દાતાઓનો પુસ્તક પરબ ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં પણ ટંકારાવાસીઓ પુસ્તક પરબ- ટંકારાની ટીમને આવો જ સાથ-સહકાર આપતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

- text

- text