મોરબી : પાણીના ટાંકામાં પડી જતા વૃદ્ધાનું મોત

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મોરબીના વાવડી રોડ પર જનકનગર રહેતા 65 વર્ષીય રૂક્ષ્મણીબેન રૂગનાથભાઈ ધોરીયાણી ગઈકાલે તા. 2ના રોજ ઘરના ફળીયામાં કપડા ધોતા હતા. તે વખતે પગ લપસી જતા ફળીયાના ટાંકામાં પડી ગયા હતા. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text