મોરબીમાં રક્ષાબંધનના તહેવારની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી : બહેનોએ ભાઈઓના કાંડે બાંધ્યું રક્ષાસૂત્ર

- text


વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને કોંગ્રેસ અગ્રણીને મહિલા સફાઈ કર્મચારીઓએ બાંધ્યું રક્ષાસૂત્ર

મોરબી : મોરબીમાં આજે રક્ષાબંધન તહેવારની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દરેક બહેનોએ આજે ભાઈના કપાળ ઉપર કંકુ તિલક કરી પેડાથી એકબીજાના મોઢા મીઠા કરાવીને રાખડીઓ બાંધી હતી. બહેનોએ ભાઈની કલાઇ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને ભાઈની સદાય રક્ષા અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી હતી. જ્યારે ભાઈઓએ બહેનોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ રીતે દરેક ઘરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે દૂર વસતા ભાઈ બહેનોએ ઓનલાઈન રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

- text

મોરબીમાં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આજે દરેક બહેનોએ સવારમાં જ થાળી સજાવીને ભાઈઓની કલાઈ પર રાખડીઓ બાંધીને ભાઈઓની રક્ષા કરવાની ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. તેમજ ભાઈઓએ પણ બહેનોની રક્ષા કરવાનું વચન આપી જીવન ભરના ખટમીઠાં સંબંધોને ભૂલીને યાદગાર ભેટ આપી હતી. જો કે આ વખતે કોરોના વાયરસને લઈને મોરબીની ઘણી બહેનો સલામતી ખાતર તેમના દૂર વસતા ભાઈઓને રાખડીઓ બાંધવા જઈ શકી ન હતી. મોરબીથી અન્ય જગ્યાએ સાસરે રહેતી બહેનો પણ સલામતીને ખાતર પોતાના ભાઈઓને રાખડીઓ બાંધવા આવી શકી ન હતી. આવા ભાઈ બહેનોએ આજે ઓનલાઈન રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું.

રક્ષાબંધનની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં રક્ષાબંધનના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી નગરપાલિકાના સફાઇ કામદાર બહેનો વોર્ડ નંબર ચારમા વષોથી વસવાટ કરતા સફાઇ કામદાર બહેનોએ વોર્ડ નંબર ચાર સો ઑરડી વિસ્તારના કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા પુવઁ કાઉન્સીલર સુરેશભાઈ શીરોહીયા મોરબી જીલ્લા કોગ્રેસ ઓબીસીના પ્રમુખ સુરેશભાઈ શીરોહીયાને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી હતી અને બન્ને બહેનોએ પેંડા ખવરાવી અને મો મીઠું કરાવી તિલક ચોખા ચોડી ભાઇ બહેનના તહેવારની ઉજવણી કરી હતી.

- text