રવિવાર(5.00pm) : વાંકાનેર શહેરમાં પિતા-પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો થયો 363

વાંકાનેર : 2 ઓગસ્ટ, રવિવારે બપોરે મોરબી જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા હતા. ત્યાર બાદ સાંજે વાંકાનેરમાં બે કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતા પરિવારમાં 43 વર્ષના પિતા અને 13 વર્ષના પુત્ર સહિત બે સભ્યોનો કોરોના રિપોર્ટ ખાનગી લેબમાં પોઝિટિવ આવ્યો છે. આજે રવિવારે બાપોરે ચાર અને અત્યારના બે સહિત મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 363 થઈ ગઈ છે.

2 ઓગસ્ટ, રવિવારે જાહેર થયેલા કોરોના કેસની વિગત

1) 64 વર્ષ, પુરુષ, ફાયરબ્રિગેડ સામે, પ્રફુલ ભજીયા સામેની શેરી, મોરબી

2) 42 વર્ષ, પુરુષ, સરસ્વતી સોસાયટી, નવયુગ સ્કૂલની બાજુમાં, કન્યા છાત્રાલય પાછળ, મોરબી

3) 80 વર્ષ, મહિલા, વજેપર, મોરબી

4) 60 વર્ષ, મહિલા, કુતાસી ગામ, માળીયા મિયાંણા

5) 13 વર્ષ, બાળક, જિનપરા, વાંકાનેર

6) 43 વર્ષ, પુરુષ, જિનપરા, વાંકાનેર