મોરબીના શાપર ગામે કોરોનાના બે કેસ નોંધાયા બાદ સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા ગ્રામજનોનું સરાહનીય પગલું

મોરબી : મોરબીના શાપર ગામે ગઈકાલે કોરોનાના બે કેસ નોંધાતા ગ્રામજનોએ સ્વયંભૂ તકેદારીના પગલાં લીધા છે. જેમાં આજે આખા ગામમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે ગ્રામજનોએ સ્વયંભૂ અદભુત જાગૃતિ દાખવી હતી અને આખા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળીને કોરોનાથી બચવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

મોરબીના શાપર ગામે ગઈકાલે કોરોનાના બે કેસ નોંધાયા બાદ ગ્રામજનોએ સ્વયંભૂ જાગૃતિ દર્શાવી હતી અને શાપર ગામમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ આખા ગામમાં ચકલુય પણ ન ફરકે એવો કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. ગામના તમામ લોકો સ્વૈચ્છિક રીતે ઘરમાં જ કેદ થઈ જતા આખું ગામ સુમસામ બન્યું હતું. ગામલોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાળીને કોરોનાને ગામમાંથી ભગાવવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા.