પટેલનગર અને ન્યુ આલાપમાં અમુક લાઈટો 24 કલાક ચાલુ તો અમુક સાવ બંધ

24 કલાક ચાલુ લાઈટો દિવસે બંધ કરવા અને બંધ લાઈટો રાત્રે ચાલુ કરવા રજુઆત

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલા પટેલનગર તથા ન્યૂ આલાપ સોસાયટીમાં મોરબી નગરપાલિકાની અમુક સ્ટ્રીટ લાઈટો દિવસ અને રાત એમ 24 કલાક ચાલુ રહે છે. લાઈટ દિવસે ચાલુ રહેવાથી વીજળીનો દુર્વ્યય થાય છે. ઉપરાંત, આ વિસ્તારમાં આશરે 15 જેટલી લાઈટ 1 મહિનાથી બંધ છે. જેથી, રાતના સમયે અવર-જવર કરવામાં મુશ્કેલી પડે છે. આ બાબતે વારંવાર મોરબી નગરપાલિકા પ્રમૂખ તથા કોન્ટ્રાકટરને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે 24 કલાક ચાલુ લાઈટો દિવસે બંધ કરવા અને બંધ લાઈટો રાત્રે ચાલુ કરવા સ્થાનિકોએ માંગ કરેલ છે.