મોરબી : ધો. 9 થી 12માં ખાનગી શાળાઓમાંથી 2208 વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ વળ્યાં

- text


સૌથી વધુ ધો. 9માં 1202 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો

મોરબી : મોરબી જિલ્લામાં ધો. 9થી 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન સરકારી/મોડેલ/RMSA/ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ 14,999 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી કુલ 2208 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ અંગે આંકડાકીય માહિતી જોઈએ તો સરકારી શાળાઓમાં ધો. 9માં કુલ 6506 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી 1202 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાંથી આવેલા છે. જયારે ધો. 10માં કુલ 4349 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી 392 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાંથી આવેલા છે. આ ઉપરાંત, ધો. 11 (સામાન્ય પ્રવાહ)માં કુલ 2070 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી 412 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાંથી આવેલા છે. જયારે ધો. 11 (વિજ્ઞાન પ્રવાહ)માં કુલ 140 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી 37 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાંથી આવેલા છે.

- text

વધુમાં, ધો. 12 (સામાન્ય પ્રવાહ)માં કુલ 1828 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી 139 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાંથી આવેલા છે. જયારે ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ)માં કુલ 106 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જે પૈકી 26 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાંથી આવેલા છે. આમ, મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં ધો. 9થી 12માં પ્રવેશ મેળવેલા કુલ 14,999 વિદ્યાર્થીઓ પૈકી કુલ 2208 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વળ્યાં છે.

- text