હળવદ : જુદી-જુદી બે જુગારની રેડમાં ૧૫ પતા પ્રેમીઓ ઝડપાયા

 

અજીતગઢ ગામે જુગાર રમતા ૫ અને હળવદના મહાવીરનગર પાર્કમાં જુગાર રમતા ૧૦ શકુનીઓને ઝડપી લેવાયા

હળવદ : હળવદ પોલીસ દ્વારા આજે એક દિવસમાં જ જુદી જુદી બે જગ્યા ઉપર જુગાર રમતા ૧૫ પતા પ્રેમીઓને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી ૪૧ હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસમાં કેટલાક જુગારીયાઓ આ પવિત્ર માસ માં જ જુગાર રમવા પટમાં આવતા હોય છે ત્યારે કેટલાક જુગારીયાઓ પોલીસની ઝપટે ચડી જતા હોય છે જ્યારે કેટલાક બાકાત પણ રહી જતા હોય છે તે હકીકત છે.

ત્યારે આજે એક દિવસમાં જ પોલીસે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારની રેડમાં ૧૫ પતા પ્રેમીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. જેમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામે જુગાર રમતા ભરત બુટા, બુટા લક્ષ્મણ, દિલીપ દેવા, દેવજી ગંગારામ,રહે અજીતગઢ અને ગણેશ વશરામ રહે મીયાણી સહિત પાંચને ૧૦૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે હળવદ શહેરમાં આવેલ મહાવિરનગર પાર્કમાં લવલીસ ભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમતા મકાનમાલિક લવલીસભાઈ, મહેશ ઈશ્વર, સુરેશ નથા,હર્ષદ સવજી,જગદીશ કેસવલાલ, કુલદીપભાઈ,હસમુખ ગણેશ,વીરુ મોતી,નાનજી સુખા,રાજેશ ઈશ્વરલાલ સહિત દસ શખ્સોને રૂપિયા ૩૧૫૧૦ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.