મયુરનગરના વતની દેવાયતભાઈ લોખીલ 17 વર્ષ સૈન્યમાં ફરજ બજાવી નિવૃત થયા

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામના વતની દેવાયત (અરવિંદ) હરિભાઈ લોખીલ 17 વર્ષ સૈન્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત થયા છે. તેમની નિવૃત્તિ વેળાએ તેમને પરિવારજનોએ શુભેચ્છા પાઠવી છે. તેમજ તેઓનું નિવૃત્તીમય જીવન સુખ અને શાંતિથી વીતે તેવી પ્રાર્થના કરી છે.