મોરબી જિલ્લાને કોરોનાના કહેરથી બચાવવા માટે તકેદારીના પગલાં લેવા ભાજપની માંગ

- text


મોરબી અપડેટની અપીલના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લામાં હવે કોરોનાએ હદ વટાવી દીધી છે. કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધતા મોરબી જિલ્લાને હવે કોરોનાથી બચાવવા તકેદારીના સઘન પગલાં લેવા જરૂરી હોવાની ગઈકાલે મોરબી અપડેટ દ્વારા રાજકીય આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. જેના પગલે રાજકીય અગ્રણીઓ આ મુદ્દે રજુઆત કરવા આગળ આવ્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટરને રજુઆત કરીને મોરબી જિલ્લાને કોરોનાના કહેરથી બચાવવા માટે તકેદારીના પગલાં લેવાની માંગ કરી છે.

મોરબી જિલ્લામાં હમણાંથી કોરોનાના કેસો ગંભીર રીતે વધી રહ્યા છે. આથી, મોરબી અપડેટ દ્વારા રાજકીય આગેવાનોને અપીલ કરવામાં આવી હતી કે કોરોનાના 48 કલાક સુધી રિપોર્ટ ન મળે, સેનેટાઝેશનની કામગીરી ન થવી, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય જવાબ ન મળવા સહિતના મુદાઓ અંગે રાજકીય આગેવાનોને અવાજ ઉઠાવવાની મોરબી અપડેટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેના પગલે ભાજપના રાજકીય આગેવાનો આ મુદ્દે આગળ આવ્યા છે અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારા તથા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. આથી, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સઘન તકેદારીના પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.

- text

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની તપાસ, સારવાર સઘન બનાવવા માટે હેલ્પલાઇન સુવિધા ઉપલબ્ધ કરવા, હાલ કોરોનાના પરીક્ષણ રિપોર્ટ 48 કલાક સુધી પણ મળતા ન હોય આ રિપોર્ટ જલ્દી આવે તેવા પ્રયાસો કરવા, પરીક્ષણની સંખ્યા વધારવી, કોરોનાના દર્દીઓની સારવાર માટે સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવી, કોરોના પરીક્ષણ માટે બી ટાઈપ પરીક્ષણ, રેપીડ પરીક્ષણની વધુને વધુ કીટ ઉપલબ્ધ કરવી, જે પરિવારના એક કે બે સભ્યનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તો સમગ્ર પરિવારનો રિપોર્ટ કરવો, મોરબી સિવિલ હોસ્પિટલમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ફિઝિશિયન એનેસ્થેટીસ્ટની જગ્યાએ તાકીદે ભરવા અને જરૂરી નાણાકીય ભંડોળ ફાળવવા તેમજ જે ગામો કે શહેરી વિસ્તારોમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સમયાંતરે સઘન સેનેટાઝેશન કરવાની માંગ કરી છે.

- text