ખાખરેચીમાં જુગાર રમતા છ શખ્સો 22 હજારની રોકડ સાથે પકડાયા

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 22 હજારની રોકડ કબ્જે કરી છે.

ગઈકાલે તા. 30ના રોજ ખાખરેચી ગામમાં પારેજીયા શેરીમાં જુગાર રમતા મનોજભાઇ પ્રભુભાઇ બાપોદરીયા, દિલીપભાઇ કાંતીલાલભાઇ કૈલા, દિલીપભાઇ કાળૂભાઇ કૈલા, રાજેંન્દ્રભાઇ અંબાલાલભાઇ બોટકા, મનીષ અંબારામભાઇ કૈલા તથા ગિરીશભાઇ બચુભાઇ જસાપરાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 22,400 જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.