મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાંથી સીએનજી રિક્ષાની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિપાર્ક -૧ માં રહેતા સુનિલભાઇ નટુભાઇ દેથરીયા (ઉ.વ.૩૬) એ ગત તા.૧૨ ના રોજ રાત્રીના સમયે મોરબીના લાતી પ્લોટ શેરી નં.૬ ના નાકે પોતાની સી.એન.જી રીક્ષા નં.GJ03-AU-1655 ને પાર્ક કરી હતી. આ સીએનજી રીક્ષા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બનાવની તેમણે ગઈકાલે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

- text