હળવદના મિયાણી ગામે વીજળી પડતા ૧૨ ઘેંટાના મોત

હળવદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ આજે સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ વીજળી પડી હોવાના પણ વાવડ મળી રહ્યા છે હળવદ તાલુકાના મિયાણી ગામે તળાવની પાળ પાસે વીજળી પડતા ૧૨ જેટલા ઘેંટાના મોત નિપજ્યા છે

હળવદ મા આજે સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળી ના જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું સાથે જ હળવદ શહેર ના સાનિધ્ય બંગલો ની બાજુ માં વીજળી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી પડી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે

બીજી તરફ હળવદ તાલુકાના મિયાણી ગામે તળાવની પાળ પાસે વીજળી પડવાને કારણે ૧૨જેટલા ઘેંટાઓ ના મોત નિપજ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.