મંગળવાર(7.30pm) મોરબી જિલ્લામાં વધુ 6 કેસ સાથે આજના કુલ 8 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

- text


 

આજે 8 કેસની સામે 4 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપેલ : મોરબી જિલ્લામાં કુલ કેસ થયા 265

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આજના કુલ કેસ 8 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે. આ સાથે આજે એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું છે. વધુમાં આજ રોજ 4 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા પણ આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો ચાલુ છે. જેમાં આજે બપોર સુધીમાં ટંકારાના નશીતપર ગામના 37 વર્ષીય પુરુષ અને ઉમા ટાઉનશિપના 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ અત્યારે સાંજે મોરબી શહેરમાં રવાપર રોડ પર હરિહરનગર-2માં 38 વર્ષીય પુરુષ, પંચાસર રોડ પર રોલા રાતડીની વાડીમાં 38 વર્ષીય પુરુષ, દર્શન હોસ્પિટલમાં 66 વર્ષીય મહિલા અને શનાળા રોડ પર 2- શક્તિ પ્લોટમાં 66 વર્ષીય મહિલા મળી કુલ 4 કેસ નોંધાયા છે. અને હળવદમાં ખારીવાડીમાં 59 વર્ષીય પુરુષ કને માનસરમાં 57 વર્ષીય મહિલા એમ કુલ બે કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં આજના કુલ કેસ 8 થયા છે.

- text

વધુમાં આજ રોજ મોરબી શહેરના 4 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જેમાં શુભ ટાવર પાસે કાયાજી પ્લોટમાં રહેતા 55 વર્ષીય પુરુષ, કામધેનુ પાર્ટી પ્લોટ સામે જેમ્સ પેલેસમાં રહેતા 40 વર્ષીય મહિલા, પારેખ શેરીમાં રહેતા 61 વર્ષીય મહિલા અને 49 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આજ રોજ પારેખ શેરીમાં રહેતા અને તા.14 જુલાઈએ કોરોના પોઝીટીવ જાહેર થયેલા 63 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમા 265 પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 152 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. 20 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 93 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

- text