હળવદના માલણીયાદ ગામે પીજીવીસીએલના મજૂરો સાથે ખેડૂતે કરી માથાકૂટ

વીજલાઈન રિપેરીગ કરતી વખતે ખેડૂતે માર મારી ધમકી આપવાની રાવ સાથે મજૂરોએ હળવદ પોલીસને અરજી આપી

હળવદ : હળવદના માલણીયાદ ગામ પાસેના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હોય આ વીજ પુરવઠો ચાલુ કરવા માટે પીજીવીસીએલના મજૂરો માલણીયાદ ગામ પાસેના લાઈન રિપેરીગ કરી રહ્યા હતા તે દરમિયાન ગામના એક ખેડૂતે ત્યાં આવીને પીજીવીસીએલના મજૂરો સાથે માથાકૂટ કરી હતી અને ખેડૂતે માર મારી ધમકી આપવાની રાવ સાથે મજૂરોએ હળવદ પોલીસને અરજી આપી છે.

હળવદ રૂરલ સ.ડી.મો.એચ.ટી.એલ.ટી.લાઈન વર્ક કરતા કોન્ટ્રાકટર પીપી ઝાલાના કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા ગિધેશભાઈ જેરામભાઈ અધારાએ હળવદ પોલીસને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.25 જુલાઈના રોજ હળવદના માલણીયાદ ગામની સીમમાં JGY લાઈનમાં મજૂરો ક્રોસિંગમાં કામ કરતા હતા.ત્યારે આ જ ગામના ખેડૂત ભીમભાઈ મેરુભાઈએ ત્યાં આવી પીજીવીસીએલના મજૂરો સાથે માથાકૂટ કરી હતી અને મજૂરોના ઓજારો કાતર વડે તથા લાકડા વડે પીજીવીસીએલના મજૂરોને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જોકે પીજીવીસીએલના નિયમ પ્રમાણે લાઈન સ્ટાફ સાથે આ મજૂરો કામ કરતા હતા અને JGY ના ઘણા ગામડાઓ બંધ હતા.તેથી લાઈન રિપેરીગનું કામ કરતા હતા તે વખતે આ ખેડૂતે હુમલો કર્યો હોવાની મજૂરોએ હળવદ પોલિસને લેખિતમ ફરિયાદ કરીને તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.