ઘનશ્યામપુર નજીક બીયરની 15 બોટલો સાથે એક શખ્સ પકડાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં એક શખ્સને બીયરની 15 બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ઘનશ્યામપુર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપની સામે રોડ ઉપરથી મહેશભાઇ ઉર્ફે છગનભાઇ બચુભાઇ સીપરા (ઉ.વ. 30, રહે જુના રાણેકપર, તા હળવદ)ને સુપર સ્ટ્રોન્ગ બીયર નંગ 15 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી મહેશ પાસેથી કી.રૂ. 1500નો વિદેશી દારૂ તથા મોટર સાયકલ સહીત રૂ. 21,500નો મુદામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં આરોપીને કોરોના વાયરસ સંબંધી બીમારી હોવાથી પોલીસે આરોપીની હાલ અટકાયત કરી નથી.

- text