માળીયા (મી.)માં રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

- text


કુલ રૂ. 46,000ના મુદ્દામાલની ઘરફોડ ચોરી થઇ : તસ્કરોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

માળીયા (મી.) : માળીયા (મી.)માં એક ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ. 46,000ના મુદ્દામાલની ચોરી થઇ ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text

માળીયા (મી.)ના કોળીવાસમાં રહેતા શહેનાજબેન સીરાજભાઈ બદરુદીનભાઈ જીવાણી (ઉ.વ.-35, ધંધો-ઘરકામ તથા સીલાઇ કામ)ના ઘરમાંથી ગત તા. 22ના રોજ રાતના 12-30 વાગ્યા બાદ કોઈ અજાણ્યા શખ્સે રૂમના દરવાજાનુ સ્ટોપર ખોલી રૂમમા રાખેલ કબાટમાથી સોનાનો સેટ, જેમા બુટી અને હાર અઢી તોલાનો જેની કિ.રૂ. 12,500 તથા ત્રણ વીંટી સોનાની એક તોલાની કિ.રૂ. 5000 ની તથા બે સોનાના ચેઈન આશરે દોઢ તોલાના કિ.રૂ. 7500 તથા ચાંદીના સાકળા તથા ચાંદીની લકી મળી રૂ. 2000 તથા રોકડ રૂ. 19,000 મળી કુલ રૂ. 46,000ની ચોરી કરી હતી. આ બનાવની ગઈકાલે તા. 24ના રોજ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે પોલીસ દ્વારા ચોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text