મોરબીની રશ્મિ પટેલ અને ટંકારા પોલીસની પુત્રી દર્શના ગોહિલનું બી.એડ. સેમ. 4માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બીએડ સેમ.-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના રામનગર ગામના વતની રશ્મિ હીરાભાઈ પટેલએ બી.એડ. સેમ. 4માં 97% મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તેણીએ અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષય સાથે બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમજ તેણીએ શાળાનો અભ્યાસ મોરબીની સરકારી શાળામાં લીધેલ છે. જ્યારે કોલેજનો અભ્યાસ રાજકોટમાં કરેલ છે. રશ્મિના ઝળહળતા પરિણામ બદલ પરિવારજનો તથા મિત્રવર્તુળએ શુભેચ્છા પાઠવી છે.

આ ઉપરાંત, ટંકારા પોલીસ મથકના એ.એસ.આઈ. પ્રદિપભાઈ ગોહીલની પુત્રી અને ટંકારા મહર્ષિ દયાનંદ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા દર્શના પ્રદિપભાઈ ગોહીલે 625 માંથી 615 ગુણ મેળવી 98.40% સાથે પરીક્ષા પાસ કરેલ છે. જે પોલીસ પરીવાર માટે ગૌરવરૂપ છે. જેથી, દર્શનાને પરિવારજનો તથા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.