આજે બપોરના 12થી સાંજના 6 સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

- text


ટંકારા પંથકમાં વરસાદ સાથે ભારે પવનથી ફેકટરી, દુકાનો અને મકાનના છાપરા ઉડયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે અસહ્ય બફારો અને ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું હતું.જોકે વાંકાનેર અને ટંકારા પંથકમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળે છે.જેમાં આજે બપોરના 12થી સાંજના 6 સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે ટંકારા પંથકમાં વરસાદ સાથે ભારે પવનથી ફેકટરી,દુકાનો અને મકાનના છાપરા ઉડયા હતા.

- text

મોરબી જિલ્લામાં આજે બપોરના 12 વાગ્યા પછી આકાશ ઘનઘોર થતા વરસાદ શરૂ થયો હતો.જોકે જિલ્લામાં માત્ર વાંકાનેર અને ટંકારા પથકમાં જ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.અન્યત્ર ક્યાંય વરસાદ નોંધાયો ન હતો.સરકારી ચોપડે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ આજે બપોરના 12 થી સાંજના છ વાગ્યા સુધીમાં વાંકાનેરમાં. 12 મીમી અને ટંકારામાં 12 મીમી વરસાદ પડ્યો હતો.જ્યારે ટંકારાના અમારા પ્રતિનિધિ જયેશભાઇ ભટાસણાના જણાવ્યા મુજબ આજે બપોરે બાદ ટંકારા શહેર અને લજાઈ ,હડમતીયા ,સજ્જનપર ,ઘુનડા ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને છેલ્લા બે કલાકથી વરસાદ પડી રહ્યો છે.જેમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકતા ફેકટરી,દુકાન અને મકાનોના છાપરા ઉડયા હોવાના અહેવાલ મળે છે.

- text