હળવદના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 ઝડપાયા : 2 ફરાર

- text


 

હળવદ પોલીસે સ્થળ પરથી કુલ રૂ.36,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ પોલીસે આજે બાતમીના આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 શખ્સોને કુલ રૂ.36,300 નો મુદ્દામાલ સાથે ઝડપી.લીધા હતા.જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા.હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ઘનશ્યામ પુર ગામે સીમમાં આવેલી વાડીની બાજુમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ આ સ્થળે ત્રાટકી હતી.પોલીસે હળવદના ઘનશ્યામ પુર ગામે સીમમાં આવેલી વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા મહેબૂબભાઈ ઉર્ફે રેવું નથુભાઈ સિપાઈ , ભરતભાઇ રતીગરભાઈ ગોસાઈ , ગિરીશભાઈ જગદીશભાઈ પરમાર , નિતેશભાઈ ઉર્ફે બુઘો લાલજીભાઈ. મકવાણા ,ગુલાબભાઈ અબ્રાહમભાઈ શેખને કુલ રોકડ રકમ રૂ.36,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે પોલીસની આ રેડ દરમિયાન સવજીભાઈ કમાભાઈ દલવાડી અને ગોપાલભાઈ બીજલભાઈ રાઠોડ નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા.હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text