મોરબી : બી.એડ.ની પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરતી નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જાહેર થયેલા બીએડ સેમ. 4ના પરિણામોમાં મોરબીની નવયુગ બીએડ કોલેજની વિદ્યાર્થિનીએ સમગ્ર મોરબીમાં દ્વિતીય અને કોલેજમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ મોરબી શહેર તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ દ્વારા લેવાયેલી બીએડ સેમ 4ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબીના વીરપર સ્થિત નવયુગ બીએડ કોલેજની તાલીમાર્થી વિદ્યાર્થીની પ્રિયા મનસુખભાઇ મેરજાએ ઓલ ઓવર 95.40 ટકા પરિણામ મેળવીને સમગ્ર મોરબીમાં દ્વિતીય જયારે કોલેજમાં પ્રથમ સ્થાન મેળવી નવયુગ બીએડ કોલેજ તથા મોરબીનુ ગૌરવ વધાર્યું છે. આ સાથે જ 625માંથી 624 ગુણ મેળવીને 99.84 ટકા સાથે પ્રિયા મનસુખભાઇ મેરજા અને બંસરી અશ્વિનભાઈ પટેલ ઉતીર્ણ થતા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા.