વિદ્યાસહાયકોના પ્રશ્ને ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રજૂઆતને મોરબીમાં સંઘે ટેકો આપ્યો

- text


મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વિદ્યાસહાયકોની ખાસ રજા (SPL) અંગે ઘટતું કરવા બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળને પત્ર પાઠવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર નાણાં વિભાગના ઠરાવ અનુસાર વર્ગ-૩ના ફિક્સ પગારી કર્મચારીઓને ખાસ રજાઓ મળવા બાબતે તારીખ 12/7/2016 ના રોજ પરિપત્ર કરવામાં આવેલ હતો. જેના આધારે રાજ્યના વિદ્યાસહાયકોએ ખાસ રજાનો લાભ લીધેલ હતો. પરંતુ ત્યારબાદ નિયામકના આદેશ અનુસાર આ વિદ્યા સહાયકોની ખાસ રજાઓને કપાત ગણીને 2014ની ભરતીના વિદ્યા સહાયકોને પુરા પગારના ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમજ ચલણ પણ ભરાવવામાં આવ્યા હતા. ખાસ રજાના પરિપત્રમાં વિદ્યાસહાયકોને રજા મળવાપાત્ર થશે નહિ તેવો ઉલ્લેખ પણ નહોતો અને જે તે સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજાઓ પણ મંજૂર કરવામાં આવેલ હતી. તેમ છતાં ચલણ ભરવા પડ્યા છે. જે અન્યાયી બાબત કહેવાય.

- text

વધુમાં, રજૂઆતમાં જણાવ્યા અનુસાર ત્યારબાદ નિયામકના બીજા એક આદેશ અનુસાર જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી કપાત ન કરવા તેમજ ચલણ ન ભરવા માટે જણાવેલ હતું. પરંતુ આજ દિન સુધી તેના વિશે કોઈ જ નિર્ણય લેવામાં આવેલ નથી. જેના કારણે વિદ્યાસહાયકોને તો નુકસાન થયું છે. પણ સાથે સાથે 2010 અને 2011 ની ભરતીના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે ખાસ રજાના કારણે તેમની સળંગ નોકરીની દરખાસ્ત થઇ શકેલ નથી. જેથી, તેમને મળનારા 9 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણમાં પણ વિક્ષેપ ઊભો થાય તેમ હોવાથી ખાસ રજા બાબતે શિક્ષકોના હિતમાં સત્વરે નિર્ણય થાય તેવી રજુઆત કરવામાં આવી હતી. જેના અનુલક્ષીને રાજ્યસંઘ દ્વારા ગઈકાલે નિયામકને રજુઆત કરવામાં આવી હતી.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રજુઆતને મોરબી જિલ્લાના શિક્ષકો વતિ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા, મંત્રી કિરણભાઈ કચારોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા, સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ગોપાણી અને મોરબી જિલ્લાના પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ પરિવારના સભ્યો આવકારે છે. તેમ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચારમંત્રી હિતેષભાઇ પાંચોટીયાની યાદીમા જણાવેલ છે.

- text