મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી થયા કોરોનાથી સંક્રમિત

- text


રાજકોટ રહેતા અધિકારીના સંપર્કમાં આવેલ મોરબી જિલ્લા પંચાયતના 10 કર્મચારીઓના સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લા પંચાયત આવેલ જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડાનો રાજકોટ ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડા કલેકટર કચેરીમાં આવેલી નાયબ નિયામક અનુસૂચિત જાતિ ક્લાયણની કચેરીના પણ ચાર્જમાં છે.

- text

આ અધિકારીને ગત તા.7 ના રોજ નવસારીથી બદલી કરીને મોરબીમાં નિમણુંક કરવામાં આવી હતી અને તા.7ના રોજ જ મોરબીમાં તેમણે ચાર્જ સંભાળી લીધો હતો. શુક્રવારે તેઓ મોરબી જિલ્લા પંચાયતની કચેરી અને કલેકટર કચેરીમાં માત્ર બે ત્રણ કલાક માટે આવ્યા હતા. ત્યારબાદ તેઓ આ કચેરીમાં આવ્યા નથી. ફરી તેઓ નવસારી ગયા હતા. એટલે મોરબીની કચેરીઓમાં તેઓ એક જ દિવસ આવ્યા હતા. તેમ છતાં તેમના સંપર્કમાં આવેલા 10 જેટલા કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ અંગે આરોગ્ય તંત્રએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હાલ રાજકોટમાં સારવાર હેઠળ છે અને રાજકોટથી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text