મોરબી : કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો સહિત 35 લોકો ભાજપમાં જોડાયા

- text


કોંગ્રેસથી નારાજ થયેલા આગેવાનોને ભાજપના વિકાસમાં દ્રઢ વિશ્વસ હોવાથી ભાજપમાં જોડાયા અને આ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોના જોડાવાથી ભાજપની તાકાત વધશે : આઈ. કે. જાડેજા

મોરબી : મોરબીમાં ભાજપના દિગજજો આઈ.કે.જાડેજા અને સૌરભ પટેલ, સાસંદ મોહન કુંડરિયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને પૂર્વ ધારાસભ્ય મેરજાની હાજરીમાં મોરબીના કોંગ્રેસના 35 જેટલા અગ્રણીઓ ,કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં આઈ. કે.જડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસથી નારાજ થયેલા આગેવાનોને ભાજપના વિકાસમાં દ્રઢ વિશ્વસ હોવાથી ભાજપમાં જોડાયા અને આ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોના જોડાવાથી ભાજપની તાકાત વધશે અને મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ મોરબીના હરભોલે હોલ ખાતે યોજાયો હતો. જેમાં મોરબી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ ,અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોના સરપંચ, અગ્રણીઓ, કાર્યકરો સહિત કોંગ્રેસના 35 જેટલા આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. જેમાં કોંગી આગેવાનો મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કાંતિભાઈ મિસ્ત્રી, નવા સાદુંળકાના માજી સરપચ પરસોત્તમભાઈ પંચોટીયા, જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી ભરત માકાસણાં, ભરતનગરના માજી સરપંચ રમેશભાઈ પટેલ, ઉધોગકાર દુલાભાઈ સીતાપરા સહિત જુદીજુદી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો સહિત 35 લોકો ભાજપમાં જોડાયા હતા.

આઈ.કે.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કોંગ્રેસના 35 જેટલા અગ્રણીઓ આજે ભાજપમાં જોડાયા છે તે તમામનો ભાજપમાં સ્વાગત કરું છે અને આ કોંગ્રેસના અગ્રણીઓ કોંગ્રેસની નીતિઓથી નારાજ હતા તેમને ભાજપના વિકાસમાં ભરપૂર વિશ્વાસ છે આથી તેઓ ભાજપમાં જોડાયા છે. આથી આ લોકો જોડતા ભાજપની આગામી પેટા ચૂંટણીમાં તાકાત વધશે અને મોરબી વિધાનસભા બેઠક ઉપર ભાજપ બહુમતીથી જીત મેળવશે. આ તકે ભાજપના અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, રાઘવજીભાઈ ગડારા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

ભાજપના આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટનસિંગનો સરેઆમ ભંગ

ભાજપના આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટનસિંગના લીરેલીરા ઉડયા હતા. કોંગ્રેસ કાર્યકરોને ભાજપમાં ભેળવવાના મદમા ભાજપ સોશ્યલ ડિસ્ટનસિંગ ભૂલી ગયો હતો અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ખુરશીઓમાં લગોલગ બેઠાલા જોવા મળ્યા હતા. જોકે આ બાબતે આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે , ભાજપના દરેક કાર્યક્રમમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગનો પુરોપુરો નિયમ જાળવી રાખીએ છીએ. પણ આ કાર્યક્રમમાં ક્યાંક ખુરશીઓ ભેગી થઈ હોય શકે છે. જોકે સામુહિક ભોજન સમારંભ પણ રદ કર્યા છે.

- text