ઔદ્યોગિક એકમોએ કોરોનાથી બચવા શુ સાવચેતી રાખવી? : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ જાહેર કરી સૂચના

- text


મોરબી : ઔદ્યોગિક એકમોએ COVID – 19 અન્વયે સાવચેતી રાખવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજરે વિવિધ પગલા લેવા સૂચન કરેલ છે જેમ કે કામ કરવાના સ્થળને સમયાંતરે કોમન સરફેસ તેમજ અન્ય વારંવાર અડવાની થતી વસ્તુ/મશીનરીઓને સેનેટાઇઝ કરવાનું રહેશે.

કર્મચારીઓને કામ કરવાના સ્થળ પર દાખલ કરતા પહેલા અને સ્થળ છોડતા સમયે ફરજીયાત થર્મલ સ્ક્રિનીંગ કરવુ, સેનેટાઇઝ કરવા તેમજ માસ્ક પહેરીને પછી જ એકમમાં દાખલ થવા દેવા.કામ કરવાના સ્થળમાં શિફ્ટ બદલતા વચ્ચે એક કલાકનું અંતર રાખવાનું રહેશે અને સાથો-સાથ સેનીટાઇઝીંગ કરવાનું રહેશે. એકમમાં જમવાનાં સ્થળ પર કર્મચારીઓ સાથે ભેગા ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. દરેક કર્મચારીઓને સરકારની આરોગ્ય સેતુની એપ્લીકેશન ફોનમાં ડાઉનલોડ કરાવવાની રહેશે. કર્મચારીઓને કામ કરવાના સ્થળ પર દાખલ કરવાનાં અને સ્થળ છોડવાના સ્થળ પાસે હાથ ધોવા માટે સાબુ અને સેનેટાઇઝર ફરજીયાત પર્યાપ્ત માત્રામાં રાખવાના રહેશે અને તેનો ફરજીયાત ઉપયોગ કરાવાનો રહેશે.

- text

જે એકમે તેઓના કામદારોને બહારથી લઇ આવવાનાં થતા હોય તો તેને માટે એકમે પોતે પોતાના વ્હિકલની વ્યવસ્થા કરવાની રહેશે અને તે વ્હિકલની કુલ પેસેન્જરની ક્ષમતાનાં ૩૦ થી ૪૦ % પેસેન્જર બેસાડી કામના સ્થળે લાવવાના રહેશે, બધા વ્હિકલ્સની અંદર તેમજ બહારની બાજુએ વ્હિકલને એકમમાં દાખલ કરતા પહેલા સ્પ્રેથી ફરજીયાત સેનેટાઇઝ કરવાનાં રહેશે, ચાર વ્યક્તિથી વધુ એકઠા થવાની મનાઇ રહેશે તેમજ મિટિંગો કરવાની મનાઇ રહેશે અને બેસવાના તેમજ કામ કરવાનાં સ્થળમાં બે કર્મચારીઓની વચ્ચે ઓછામાં-ઓછુ ૬ ફુટનું અંતર રાખવાનું રહેશે, કામના સ્થળ પર વ્યસન કરવાની અને થુંકવાની સખ્તાઇથી મનાઇ રહેશે અને સોશ્યલ ડીસ્ટન્શીંગ નું પાલન કરવાનું રહેશે, દરેક કર્મચારીઓનાં મેડીકલ ઈન્સયુરન્સ ફરીજીયાત લેવાનાં રહેશે, જે કર્મચારીની ઉંમર ૬૫ વર્ષથી ઉપર અને જે કર્મચારીના બાળકો ૫ વર્ષથી નાના હોય તેમને ઘરેથી કામ કરવાનું રહેશે.

- text