મોરબી : મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજના માટે 15 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

- text


ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા આઈ ખેડૂત ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે

મોરબી : રાજય સરાકારનાં કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રકચર(ગોડાઉન) બનાવવા ખેડૂતોને સહાય તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડયમ સાઈઝનાં ગુડઝ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના પૈકી મુખ્યમંત્રી પાક સ્ટ્રકચર બનાવવા માટે અનુ.જાતિ અને અનુ.જન જાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦% અથવા રૂ.૩૦૦૦૦(ત્રીસ હજાર ) બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડૂતે આ યોજના હેઠળ ન્યુનતમ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું કોક્રિટ અને જી.આઈ.શીટની છતનું પ્રી-ફ્રેબ્રીકેટેડ સ્ટ્રકચર બનાવવાનું રહેશે. લાભાર્થી ખેડૂતને સહાય બે હપ્તામાં મળવા પાત્ર રહેશે.

- text

કિસાન પરિવહન યોજના હેઠળ ખેતીવાડી ખાતા દ્રારા એમ્પેનલડ કરેલ મિડયમ સાઈઝનાં ગુડઝકેરેઝ વાહન(ચાર પૈડા વાળા અને ૬૦૦ કી.ગ્રા થી ૧૫૦૦ કી.ગ્રા સુધીના ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન) ખરીદવા નાના/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ.૭૫૦૦૦/- બે માંથી જે ઓછું તે અને સામાન્ય /અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

ઉપરોકત બન્ને યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા.૧૫ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.ખેડૂતોએ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને અરજી સાથે ૮-અ ની નકલ, આધાર કાર્ડ ની નકલ તથા બેંક પાસ બુક ની નકલ સાથે જોડી દિવસ-૭ માં વિસ્તરણ અધિકારી(ખેતી),તાલુકા પંચાયતે જમા કરાવવા મોરબી જિલ્લા ખેતિવાડી અધિકારી ડી.બી.ગજેરાની યાદીમાં જણાવવામાં આવે છે.

- text