મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયા

- text


પોલીસે માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ.28.10 લાખનો દંડ ફટકાર્યો
અનલોક-1 અને 2 ના ભગ બદલ 517 ગુના નોંધાયા અને 610 વાહનો ડિટેઇન કરાયા

મોરબી : મોરબીમાં લોકડાઉન બાદ પણ ઓનલોકમાં કોરોનાનું પ્રમાણ વધતું હોવાથી ઘરથી બહાર નીકળતા લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનો રાજ્ય સરકારે કડક નિયમ જાહેર કર્યો છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળીને પોતાનું તથા બીજાના આરોગ્ય ઉપર જોખમ વધાવતા હોવાથી પોલીસે આવા લોકો સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં 1 થી 16 જુલાઈ સુધીમાં માસ્ક વગર નીકળેલા 14,052 લોકો દંડાયા હતા.

- text

મોરબીમાં પોલીસે 1 જુલાઈથી જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. મોરબીમાં પોલીસે 1 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં 14,052 લોકો માસ્ક પહેર્યા વગર બજારમાં નીકળ્યા હોવાથી આ તમામ લોકોને માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ. 28.10 લાખનો દંડ ફટકાર્યો હતો.

ઉપરાંત અનલોક-1 અને 2 માં રાત્રી કરફ્યૂના ભંગ બદલ જાહેરનામાં ભગના કલમ 188 હેઠળ 517 ગુના પોલીસે નોંધ્યા હતા. જેમાં રાત્રી કરફ્યૂ દરમિયાન કામ વગર બહાર નીકળવું તથા દુકાનો ખુલ્લી રાખવી સહિતના ગુન્હાનો સમાવેશ થાય છે. વધુમાં, પોલીસ દ્વારા અનલોક-1 અને 2 માં 610 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું અને હાલ અનલોક -2 નો પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો હોવાનું પણ ઉમેર્યું હતું.

- text