મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીનીનું બી.કોમ. સેમ.-6માં ઝળહળતું પરિણામ

મોરબી : મોરબીના પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની બી.કોમ. સેમ.-૬ મા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા અવ્વલ ક્રમાંકે ઉતીર્ણ થઇ છે.

મોરબી શહેરમા છેલ્લા ૪ દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલભાઈ એ બી.કોમ. સેમ-૬ ની પરીક્ષામા ૮૭.૪૩% મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે બદલ સંસ્થાના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે ગત માર્ચ મહીનામા લોકડાઉન પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ. સેમ-૬ની પરિક્ષા યોજવામા આવી હતી, જે પરિક્ષામા મોરબી જનતા ક્લાસીસ ની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલભાઈ એ મેનેજમેન્ટ એકાઉન્ટીંગ તથા એકાઉન્ટીંગ-૬ નામના વિષયોમા ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવી કુલ ૬૧૨ ગુણ મેળવી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. દ્રષ્ટી બેનના પિતા અને કાકા એ પણ જનતા ક્લાસીસમા પ્રવિણભાઈ કક્કડ પાસે અભ્યાસ કરેલ છે. તેમ સંચાલક નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે.