ઘુંટુમાં જગતતાત ડિજિટલ આંદોલનના સમર્થનમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરાયા

મોરબી : જગતતાત ડિજિટલ આંદોલનના સમર્થનમા ભાવેશભાઈ વડાલિયા, જયેશભાઇ કાલરીયાની આગેવાની હેઠળ ગઈકાલે તા. 5 ને રવિવારના રોજ મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ઘુટું ગામના 21 જગત તાત ખેડૂતોએ એક દિવસના સુર્યોદયથી સુર્યાસ્ત સુધીના પ્રતીક ઉપવાશ કર્યા હતા. જગત તાત ડિજિટલ આંદોલનની ત્રણ મુખ્ય માંગણીઓ છે. જેમાં જગતના તાતનું દેવું માફ કરો, અતિવૃષ્ટિમાં જગતના તાતનો પાક ફેઈલ ગયેલ તો તેમનો 100 ટકા પાક વીમો આપો તેમજ જગતના તાતના આગેવાન પાલ આંબલીયા પર ખોટી રીતે અન્યાય થાય છે તો તેમને ન્યાય આપો, આ ત્રણ માંગણીઓનો સમાવેશ થાય છે. જેના સમર્થનમાં ઘૂંટુ ગામના જગત તાત ખેડૂતોએ પ્રતીક ઉપવાશ પર બેસી સરકાર પાસે માંગણી કરી હતી.