હળવદના પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

 

હળવદ : હળવદના પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપી.લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા તથા પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ પો.કોન્સ.જયેશભાઇ વાઘેલા અને પો.કોન્સ.બ્રિજેશભાઈ કાસુન્દ્રાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી સોમાભાઈ ગોરધનભાઇ કુઢિયા (ઉ.વ.35, રહે ચીત્રોડી ,હળવદ) ને તેના ગામ ચીત્રોડીથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આ આરોપીને હળવદ પોલીસ સ્ટેશને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.