રવિવાર (10pm) : મોરબી અને વાંકાનેરમાં વધુ એક-એક કેસ નોંધાયા : આજના કુલ 12

- text


મોરબી શહેરમાં 50 વર્ષની મહિલા અને વાંકાનેર શહેરમાં 34 વર્ષની મહિલાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ : મોરબી જિલ્લા કુલ કેસની સંખ્યા થઈ 54

મોરબી, વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે રવિવારે એક જ દિવસમાં રેકર્ડબ્રેક 10 કેસ બાદ અત્યારે રાત્રીના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં એક વધુ કેસ મોરબી શહેર અને એક કેસ વાંકાનેર શહેરમાં નોંધાયો છે. આ સાથે આજના રવિવારના કુલ કેસ 12 અને મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 54 પર પોહચી ગઈ છે.

રવિવારે રાત્રીના 10 વાગ્યે જાહેર થયેલા બે કોરોના પોઝિટિવ કેસની મળતી વિગત મુજબ એક કેસ મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલા ધ્રુવ પેલસ એપાર્ટમેન્ટમાં રહેતા લીલાવંતીબેન મનસુખભાઇ ગોપાણી (ઉ.50)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અગાવ પોઝિટિવ આવેલ મનસુખભાઇ ગોપાણીના પત્ની છે. જ્યારે બીજો કેસ વાંકાનેર શહેરમાં અમરનાથ સોસાયટીમાં રહેતા નયનાબા હરપાલસિંહ રાયજાદા (ઉ.34)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પણ અગાવ પોઝિટિવ આવેલ હરપાલસિંહના પત્ની છે. આ બે કેસ સાથે આજે રવિવારના કુલ કેસ 12 થયા છે. તેમજ મોરબી જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 54 થયા છે.

- text

આજે રવિવારે નોંધાયેલા કુલ 12 કેસની વિગત નીચે મુજબ છે.

1) કાલિકા પ્લોટ શેરી નંબર – 2, મોરબી – દર્દીનું નામ : લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉ.55)

2) રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી – દર્દીનું નામ : બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉ.50)

3) કોયબા ગામ નજીક, હળવદ – દર્દીનું નામ : હનીફાબેન મહંમદભાઈ (ઉ.67)

4) જેતપર મચ્છુ ગામ, મોરબી – દર્દીનું નામ : નંદલાલભાઈ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54)

5) મોરબી -2 , ત્રાજપર ચોકડી નજીક, હોન્ડાના શો રૂમની પાછળ, લક્ષ્મીનારાયણ સોસાયટી – દર્દીનું નામ : અમોલ ઉલે (ઉ.38)

6) દરબાર ગઢ, જાની શેરી, મોરબી : આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59)

7) દરબારગઢ, જાની શેરી, મોરબી : આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58)

8) દરબારગઢ, જાની શેરી, મોરબી : આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30)

9) દરબારગઢ, સુધાર શેરી, મોરબી : પાટડીયા શૈલેષભાઈ (ઉ.53)

10) પરસોત્તમ ચોક, કાલિકા પ્લોટ, મોરબી : રાજેશભાઇ હરિરામભાઈ મહેશ્વરી (ઉ.44)

11) મોરબી શહેર, અવની ચોકડી, ધ્રુવ પેલેસ એપાર્ટમેન્ટ : લીલાવંતીબેન મનસુખભાઇ ગોપાણી( ઉ.વ.50)

12) અમરનાથ સોસાયટી, વાંકાનેર : નૈનાબા હરપાલસિંહ રાયજાદા( ઉ.વ.34)

- text